RCB vs PBKS : વિરાટ કોહલીએ IPL ફાઈનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ, શિખર ધવનને પાછળ છોડી બન્યો નંબર 1

 🔸

RCB vs PBKS : વિરાટ કોહલીએ IPL ફાઈનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ, શિખર ધવનને પાછળ છોડી બન્યો નંબર 1

IPL 2025ની સિઝન વિરાટ કોહલી માટે સારી રહી અને તેણે ફરી એકવાર 600થી વધુ રન બનાવ્યા. ઉપરાંત દર વખતની જેમ, આ વખતે પણ તેણે ઘણા રેકોર્ડ તોડ્યા. તે ફાઈનલમાં કંઈ ખાસ કરી શક્યો નહીં, પરંતુ આ સિઝનના અંત સુધીમાં તેણે બીજો મોટો રેકોર્ડ બનાવ્યો.




વિરાટ કોહલીએ IPL 2025માં 600થી વધુ રન બનાવ્યા. આ રીતે, તેણે પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પછી કોહલીએ પંજાબ કિંગ્સ સામે ફાઈન લેગ પર શોટ રમ્યો કે તરત જ તેના નામે IPLનો એક નવો રેકોર્ડ નોંધાઈ ગયો.🔸



વિરાટ કોહલીએ IPL 2025માં 600થી વધુ રન બનાવ્યા. આ રીતે, તેણે પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પછી કોહલીએ પંજાબ કિંગ્સ સામે ફાઈન લેગ પર શોટ રમ્યો કે તરત જ તેના નામે IPLનો એક નવો રેકોર્ડ નોંધાઈ ગયો.



ફાઈનલમાં પહેલા બેટિંગ કરવા આવેલી RCBની ચોથી ઓવરમાં કોહલીએ કાયલ જેમિસનના પહેલા બોલ પર ફાઈન લેગ તરફ શોટ રમ્યો. આ શોટ પર, બોલ સીધો બાઉન્ડ્રી પાર ગયો અને આ સાથે કોહલીના IPLમાં 769 ચોગ્ગા થયા. તેણે IPLમાં સૌથી વધુ 768 ચોગ્ગા ફટકારવાનો શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો હતો.🔸



આ સિઝનની વાત કરીએ તો, વિરાટ કોહલીએ પહેલી મેચમાં અડધી સદી ફટકારીને શરૂઆત કરી હતી અને ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તે IPLમાં સૌથી વધુ વખત એટલે કે 5 વખત એક સિઝનમાં 600 થી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો.



આ સિઝનમાં પણ વિરાટ કોહલીએ ઘણા ચોગ્ગા ફટકાર્યા છે અને 66 ચોગ્ગા ફટકાર્યા છે. જોકે, આ યાદીમાં ટોચ પર ગુજરાત ટાઈટન્સના સ્ટાર યુવા ઓપનર સાઈ સુદર્શન છે, જેણે સૌથી વધુ 88 ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે વિરાટ કોહલી 69 ચોગ્ગા સાથે બીજા સ્થાને છે. (All Photo 
🔸

IPL 2025માં વિરાટ કોહલીએ દમદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ

🚨 LRD Constable Mains Exam 2025 – Call Letter Available from 7th June!

બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ