આજનું હવામાન : IPLની ફાઇનલ મેચમાં વરસાદ બની શકે છે વિધ્ન ! ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
આજનું હવામાન : IPLની ફાઇનલ મેચમાં વરસાદ બની શકે છે વિધ્ન ! ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. આગામી 8 જૂન સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધારે જોવા મળી છે. તો ક્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં પણ વરસાદ વરસી શકે છે.
🔸
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં વરસાદ વિધ્ન બની શકે છે. તેમજ શહેરના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે.
🔸
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12 જૂનથી 16 જૂન સુધીમાં ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આ સાથે જ તેઓએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.અંબાલાલનું અનુમાન છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. જેના કારણે ભારે વરસાદ પડી શકે છે.
સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો