Lokrakshak લેખીત પરીક્ષા 15 Jun 2025 Call Later Download
-ઉમેદવારો માટે અગત્યની સુચનાઓ :- ઉમેદવારોએ નીચે જણાવેલ તમામ સુચનાઓ વાંચી, સમજી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આજે જ ડાઉનલોડ કરો Call letter અહીં ક્લિક કરો |
1. પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે આ પ્રવેશપત્ર અચૂક સાથે લાવવાનું રહેશે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે આપવાનું રહેશે. |
2. ઉમેદવારે પોતાના ખર્ચે અને જોખમે પરીક્ષાના સ્થળે આવવાનું રહેશે તેમજ કોલલેટરમાં દર્શાવેલ લેખિત પરીક્ષાનું સ્થળ કઇ જગ્યાએ આવેલ છે તેની અગાઉથી ખાત્રી કરી લેવાની રહેશે. |
3. ઉમેદવારે પોતાની ઓળખ માટેનો પૂરાવો અસલમાં જેવો કે, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ માંથી કોઇપણ એક પૂરાવો પોતાની સાથે રાખવાનો રહેશે તથા લેખિત પરીક્ષા દરમ્યાન જરૂર જણાયે રજુ કરવાના રહેશે. |
4. ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારનું પુરૂ નામ ધોરણ-૧૨ની માર્કશીટ મુજબ નાખવામાં આવેલ હોવાથી જો ઓળખપત્ર અને કોલલેટરના નામમાં ફેરફાર હોય તો ઉમેદવારે ધોરણ-૧૨ની માર્કશીટની ઝેરોક્ષ નકલ અને જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. |
5. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા આપવામાં આવેલ માર્ચ-૨૦૨૪ની જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 ની સુચનાઓ તેમજ ઓગષ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૪ની જાહેરાત (સુચનાઓ) માં જણાવ્યા મુજબ તમામ સંવર્ગની જગ્યાઓ માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, નોન-ક્રીમિલેયર સર્ટીફીકેટ, NCC “C” પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી) નું પ્રમાણપત્ર, રમત-ગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર તમે ધરાવો છો તેમ માનીને આ કોલ લેટર આપવામાં આવે છે. |
6. જો કોઇપણ તબકકે એમ જણાશે કે આપ નિયમો પ્રમાણે લાયકાત ધરાવતા નથી તો આપ કસોટીમાં બેઠા હશો અને પાસ જાહેર થશો, તો પણ ઉમેદવાર તરીકે ગેરલાયક ઠેરવવામાં આવશે. |
7. ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં, તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે તો કોઇ૫ણ તબકકે તે રદ થવા પાત્ર રહેશે. |
8. સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે. |
9. સાદી કાંટાવાળી ઘડિયાળ રાખી શકશે. ડીજીટલ કે સ્માર્ટ ઘડિયાળ રાખી શકાશે નહીં. |
10. લેખિત પરીક્ષા માટે જણાવેલ કેન્દ્ર (શાળા) ખાતે સવાર કલાક ૦૭.૩૦ વાગ્યે રિપોર્ટ કરવાનો રહેશે. કલાક ૦૮.૩૦ બાદ કોઇપણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. |
11. લેખિત પરીક્ષા માટે ઉમેદવારોના બાયોમેટ્રીક/ફોટોગ્રાફ વેરીફિકેશનની કામગીરી પરીક્ષાના દિવસે સવાર કલાક ૦૭.૩૦ થી શરૂ કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. |
12. લેખિત પરીક્ષા કલાક ૧૨.૩૦ વાગે પૂર્ણ થયા બાદ, OMR Sheet જમા કરાવી, ઉમેદવારની હાજરીમાં વપરાયેલ OMR Sheet સીલબંધ કવરમાં પેક થયા બાદ જ ઉમેદવારે વર્ગખંડ અને પરીક્ષા કેન્દ્ર છોડવાનું રહેશે. |
13. ઉમેદવારોના બાયોમેટ્રીક વેરીફિકેશન કરવાનું હોવાથી ઉમેદવારોએ આંગળીની ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઇ પણ પ્રકારના રંગીન દ્રવ્ય લગાવવા નહિ તથા આંગળીઓ બરાબર સાફ કરીને જ આવવાનું રહેશે. |
14. ઉમેદવારે લેખિત પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પૂર્વે બાયોમેટ્રીક / ફોટોગ્રાફ વેરીફીકેશન કરાવવું ફરજિયાત છે. આ વેરીફીકેશન કરાવ્યા વિના જો ઉમેદવાર ૫રીક્ષા આ૫શે તો ગેરલાયક ઠરશે. જો ટેકનીકલ/ વહીવટી કારણોસર ઉમેદવારનું બાયોમેટ્રીક વેરીફીકેશન થયેલ ન હોય તો ૫રીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારે બાયોમેટ્રીક વેરીફીકેશન કરાવ્યા બાદ જ ૫રીક્ષા કેન્દ્ર છોડવાનું રહેશે. બાયોમેટ્રીક વેરીફીકેશન કરાવ્યા વિનાના ઉમેદવાર ૫રીક્ષા માટે ગેરલાયક ઠરશે. |
15. પરીક્ષા ચાલુ થયા પછી જયાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇપણ ઉમેદવાર પરીક્ષા વર્ગખંડ છોડી શકશે નહિ. ૫રીક્ષા પૂર્ણ થતાં વર્ગખંડ નિરીક્ષક રજા આપે ત્યારબાદ જ ઉમેદવારે વર્ગખંડ છોડવાનો રહેશે. ઉમેદવારો માટે પીવાના પાણીની સગવડ વર્ગખંડમાં કરવામાં આવેલ છે. |
16. પુસ્તકો, કાગળ, લખાણ, સાહિત્ય, મોબાઇલ ફોન, ઇયર બર્ડ, કેલકયુલેટર વગેરે જેવા વિજાણું સાધનો રાખવા નહીં. જો આવી વસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો આપો આપ તમો ગેરલાયક ઠરશો. તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. તેમજ જો કોઇ ઉમેદવાર નકલ કરતાં, અન્ય ઉમેદવાર સાથે વાતચીત કે ઇશારો કરતાં, એક બીજાને મદદ કરતા અથવા અન્ય રીતે ગેરરીતિ અને ગેરશિસ્ત આચરતાં જણાશે તો ગેરલાયક ઠરશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. |
17. ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવેલ તમામ વર્ગખંડના CCTV કેમેરા રેકોર્ડીંગની પરીક્ષા પૂર્ણ થયા બાદ પુનઃચકાસણી કરવામાં આવશે અને તેમાં ગેરરીતી કે ગેરશિસ્ત ધ્યાને આવશે તો તે ઉમેદવારને અથવા તેમને મદદ કરનાર ઉમેદવારને ભરતી બોર્ડ તરફથી ગેરલાયક ગણી ઉમેદવારી રદ કરવાપાત્ર થશે તેની તમામ ઉમેદવારે નોંધ લેવી. |
18. OMR Sheet ની તમામ વિગતો માત્ર બ્લ્યુ / બ્લેક બોલપોઇન્ટ પેનથી જ ભરવી. અન્યથા OMR Sheet તપાસવામાં આવશે નહીં. |
19. OMR શીટમાં સફેદ શાહી (White Ink) નો ઉપયોગ નિષેધ છે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (White Ink) નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી ૦.ર૫ ગુણ કાપવામાં આવશે.OMR શીટમાં છેકછાકવાળા જવાબો, ખોટા જવાબો, ખોટી ૫ઘ્ઘતિથી ભરેલ જવાબો અથવા એકથી વધુ જવાબોના Negative ગુણ ગણાશે જેની નોંધ લેવી (છેકછાકવાળા જવાબો, ખોટા જવાબો અથવા એકથી વધુ જવાબોના 0.25 ગુણ કાપવામાં આવશે) |
20. લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રમાં PART-A ના પ્રશ્ન ક્રમાંકઃ ૧ થી ૮૦ અને PART-B ના પ્રશ્ન ક્રમાંકઃ ૮૧ થી ૨૦૦ રહેશે અને OMR Sheet માં જવાબ તે મુજબ આપવાના રહેશે. |
21. OMR Sheet માં પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર A, B, C અને D પૈકી કોઇ એક છે. ઉમેદવારે તમામ પ્રશ્નનો પ્રયાસ કરવાનો રહેશે, જો ઉમેદવાર કોઇપણ પ્રશ્નનો જવાબ A, B, C અને D વિકલ્પમાંથી આપવા માંગતા ન હોય તો તેઓએ OMR SHEET માં વિકલ્પ-E (Not attempted) આપેલ છે તે પસંદ કરવાનું રહેશે. જો કોઇપણ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો ૦.૨૫ ગુણ નેગેટીવ ગણવામાં આવશે. જો વિકલ્પ-E ૫સંદ કરેલ હશે તો કોઇ ગુણ કા૫વામાં આવશે નહીં. |
22. પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારે PART-A માં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ અને PART-B માં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ અલગ-અલગ મેળવેલ હશે તેવા જ ઉમેદવારોને કવોલીફાઇડ ગણવામાં આવશે. |
23. પ્રશ્ન૫ત્ર તથા OMR Sheet આ૫વામાં આવે ત્યારે તુરત જ ઉમેદવારે પ્રશ્ન૫ત્ર અથવા OMR Sheet ના છા૫કામમાં કોઇ ખામીઓ હોય અથવા કોઇ પાના ખૂટતા હોય તો તુરત જ વર્ગખંડ નિરીક્ષકનું ઘ્યાન દોરી નવી OMR Sheet અથવા પ્રશ્ન૫ત્ર મેળવી લેવાનું રહેશે. |
24. OMR Sheetમાં નિયત જગ્યા સિવાય અન્ય કોઇપણ જગ્યાએ કોઇ ચિહ્ન/નિશાન કે અન્ય કોઇ વિગત દર્શાવવાની નથી. આવી વિગત દર્શાવનાર ઉમેદવારની OMR Sheet રદ થવાને પાત્ર થશે. OMR Sheet ઉપર દર્શાવેલ બારકોડ સ્ટીકર ઉપર કોઇપણ પ્રકારનું લખાણ કરવું નહીં તેમજ તેની ઉપર કરચલીઓ પાડવી નહિ જેની ખાસ તકેદારી રાખવી. |
25. લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારની સ્કેન કરેલ OMR Sheet, લેખિત પરીક્ષાની જવાબવહી (Answer Key)ની વિગત અને આ પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઇટ http://gprb.gujarat.gov.in અને http://lrdgujarat2021.in ઉપર પરીક્ષા પૂર્ણ થયા બાદ મુકવામાં આવશે. |
26. જો ઉમેદવારને કોઈ મુશ્કેલી જણાય તો ભરતી બોર્ડના મોબાઇલ નંબરઃ (1) 8160880331 (2) 8160853877 તથા (3) 8160809253 ઉપર સવાર કલાકઃ ૧૦:૦૦ થી સાંજના કલાક ૧૭:૩૦ સુધી સંપર્ક કરી શકે છે. અન્ય કોઇ તકલીફ જણાય તો જરૂરી પુરાવા સાથે “ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સેકટર-૯, સરિતા ઉધાનની નજીક, ગાંધીનગર-૩૮૨૦૦૭“ ખાતે સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી (જાહેર રજાના દિવસો સિવાય) રૂબરૂમાં સંપર્ક કરી શકે છે. |
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો