તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat

છબી
  તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat Beneficiary List Gujarat: વિવિધ સરકારની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સીધી સહાય પૂરી પાડવા માટે Beneficiary List જાહેર કરવામાં આવી છે. નાગરિકો માટે મહત્વપૂર્ણ છે કે તેઓ પોતાના નામની તપાસ સમયસર કરી લે, જેથી સહાય મળવામાં કોઈ વિલંબ ન થાય. હવે ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા કોઈ પણ વ્યકિત સરળતાથી ચેક કરી શકે છે કે તેઓ બેનિફિશિયરી લિસ્ટમાં સમાવિષ્ટ છે કે નહીં. Beneficiary List કેમ મહત્વપૂર્ણ છે :Beneficiary List એ યોજના હેઠળ લાભાર્થીઓને નક્કી કરવા માટે તૈયાર કરવામાં આવેલ રેકોર્ડ છે. આ સૂચિમાં નામ સમાવિષ્ટ હોવું એ સહાય મેળવવાની અડંરણીય શરત છે. નામ ન હોવાને કારણે લાભ ન મળવાની શક્યતા હોય છે, તેથી નિયમિત ચેક કરવું જરૂરી છે. 2026માં ઓનલાઇન ચેક કરવાની સુવિધા 2026ના નવા નિયમો અનુસાર, લાભાર્થીઓ i-Khedut Portal અથવા અન્ય અધિકૃત સરકાર પોર્ટલ પર જઈને પોતાના આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ અથવા સ્કીમ ID દાખલ કરીને બેનિફિશિયરી લિસ્ટ ચકાસી શકે છે. ફક્ત vài સેકન્ડમાં, તે જોઈ શકે છે કે નામ લિસ્ટમાં...

Breaking News : અધધધ.. 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રોકડા… લાંચ કૌભાંડમાં ફસાયેલા અધિકારીના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો

 વરિષ્ઠ IRS અધિકારી અમિત સિંઘલની શનિવારે 45 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CBI તેમના સ્થળો પર સતત દરોડા પાડી રહી છે.

🔸

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે દિલ્હી, મુંબઈ અને પંજાબમાં વરિષ્ઠ IRS અધિકારી અમિત કુમાર સિંઘલ સાથે સંકળાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, CBI ને 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયાથી વધુ રોકડા મળી આવ્યા છે. અમિત સિંઘલની શનિવારે 45 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.




અમિત કુમાર સિંઘલ 2007 બેચના IRS અધિકારી છે. તેમના પર ‘લા પિનોઝ પિઝા’ના માલિક સનમ કપૂરને જારી કરાયેલી આવકવેરા નોટિસને પતાવટ કરવા માટે 45 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. CBI એ આ કેસમાં FIR નોંધી છે અને IRS અમિત કુમાર સિંઘલની ધરપકડ કરી છે.

🔸

CBI conducts searches and recovers approx. 3.5 kg of gold, 2 kg of silver and Rs 1 crore cash etc. in the ongoing investigation related to arrest of two accused including a senior IRS officer of the 2007 batch, presently posted as Additional Director General, Directorate of… pic.twitter.com/1WrW4j1Wgy


— ANI (@ANI) June 2, 2025

🔸

IRS અધિકારીના ઘરેથી ખજાનો મળ્યો

CBIએ દરોડા દરમિયાન 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા, સાથે જ 25 બેંક ખાતાઓના દસ્તાવેજો, લોકરની વિગતો અને દિલ્હી, મુંબઈ અને પંજાબમાં મિલકતના કાગળો પણ મળી આવ્યા. CBI હાલમાં મિલકતની વાસ્તવિક કિંમતની તપાસ કરી રહી છે.


અમિત કુમાર સિંઘલને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. CBI આ કેસની સતત તપાસ કરી રહી છે. આ પહેલા વરિષ્ઠ અધિકારીએ કોની પાસેથી લાંચ લીધી હતી? આની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ

🚨 LRD Constable Mains Exam 2025 – Call Letter Available from 7th June!

બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ