તમે આવો થ્રો નહીં જોયો હોય, એક થ્રોએ બંને બાજુના સ્ટમ્પ ઉડાડી દીધા, જુઓ વીડિયો અમ્પાયરે આઉટ કોને આપ્યો
તમે આવો થ્રો નહીં જોયો હોય, એક થ્રોએ બંને બાજુના સ્ટમ્પ ઉડાડી દીધા, જુઓ વીડિયો અમ્પાયરે આઉટ કોને આપ્યો?
મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ 2025ની છઠ્ઠી મેચમાં 203 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાયગઢ રોયલ્સ ઈનિગ્સના પાંચમા બોલ પર એક મોટો ઝટકો લાગ્યો હતો. જ્યારે તેનો ઓપનિંગ બેટ્સમેન હર્ષ મોગવીરા વિચિત્ર રીતે રન આઉટ થયો અને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો હતો.
મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ 2025માં 7 જૂનના રોજ ક્રિકેટનો સૌથી આશ્ચર્યજનક રનઆઉટ જોવા મળ્યો હતો.જ્યારે વિકેટકીપરના એક થ્રોએ બંન્ને બાજુના સ્ટમ્પ ઉડાવી દીધા હતા. જેમાં નોન સ્ટાઈક પર ઉભેલો બેટ્સમેન રન આઉટ થયો હતો. આ રીતે રન આઉટ જોઈને મેદાનમાં રહેલા તમામ ખેલાડીઓ તેમજ અમ્પાયર પણ વિચારમાં પડી ગયા હતા. જ્યારે મેચ જોવા આવેલા કેટલાક ચાહકો થોડી માટે વિચારી શક્યા નહીં કે આ શું થયું છે. આ રનઆઉટ એમપીએલના રાયગઢ રોયલ્સ અને પુનેરી બપ્પા વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળ્યો હતો. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આશ્ચર્યજનક રન આઉટ
મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ 2025ની છઠ્ઠી મેચમાં 203 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાયગઢ રોયલ્સની ઈનિગ્સના પાંચમા બોલ પર એક મોટો ઝટકો લાગ્યો હતો. જ્યારે બેટ્સમેન હર્ષ મોગાવીર ખાતું ખોલ્યા વગર રન આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. રાયગઢ રોયલ્સ દ્વારા સિદ્ધેશ વીર અને હર્ષ મોગાવીર બેટિંગ કરી રહ્યા હતા. પુનેરી બપ્પાના રામકૃષ્ણા ધોષ પહેલી ઓવર નાંખી રહ્યો હતો.
વિકેટકીપરે બંન્ને સ્ટંપ ઉડાવી નાંખ્યા
આ ઓવરના પાંચમા બોલ પર સિદ્ધશે રન લેવાનો પ્રયત્ન કર્યો હતો. પુનેરીના વિકેટકીપર સુરજ શિંદે જલ્દીથી બોલ લઈ સ્ટમ્પ પર માર્યો હતો. બોલ સ્ટમ્પ પર લાગ્યો પરંતુ સિદ્ધેશ ક્રીઝ પર આવી ચૂક્યો હતો. બોલ સ્ટમ્પ પર લાગ્યા બાદ નોન સ્ટ્રાઈક પર ઉભેલા સ્ટમ્પ પર લાગી હતી. તે સમયે હર્ષ મોગાવીર ક્રીઝને બહાર હતો. તે રન આઉટ થયો હતો. આ દર્શ્ય જોઈ તમામ ખેલાડીઓ અને અમ્પાયર ચોંકી ગયા હતા. જ્યારે બેટ્સમેન હર્ષ પણ સમજી શક્યો નહીં કે, તે રન આઉટ કેવી રીતે થયો ?જેનો વીડિયો એમપીએલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.
મેચ કેવી રહી?
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પુનેરી બાપ્પાએ 20 ઓવરમાં 4 વિકેટે 202 રન બનાવ્યા. યશ નાહર (82) અને ઋષિકેશ સોનાવણે (58) એ શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી જ્યારે વિકેટકીપર બેટ્સમેન સૂરજ શિંદેએ 12 બોલમાં 5 છગ્ગાની મદદથી અણનમ 40 રન બનાવ્યા. જવાબમાં, રાયગઢ રોયલ્સની આખી ટીમ 13.1 ઓવરમાં 103 રનમાં પેવેલિયન પાછી ફરી. આમ, તેમને 99 રનથી હારનો સામનો કરવો પડ્યો. પુનેરી તરફથી નિખિત ધુમલે સૌથી વધુ 5 વિકેટ લીધી.
મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, મહારાષ્ટ્રના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો